Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

2.5  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

માં...

માં...

1 min
13.8K


એ તો વાત્સલ્યના ઝરણા જેવી સદાય વહેતી લહેર હતી
કેવી મજાની એની કાયમ મુસ્કુરાતી મમતાભરી મહેર હતી

 ગમે એવી દુઃખભરી અંધારી ને ભયાવહ રાત હોય તો પણ
અમારા માટે એતો સદાયે સુહાની શાતા અર્પતી સહર હતી

 એની અમીભરી ભવ્ય અંતર દ્રષ્ટિ હજુય પણ યાદ છે મુજને
જયારે જયારે નજર આ જમાનાની ચારેકોર કડવી ઝેર હતી

 સદાયે ની:સ્વાર્થ ભાવે વહાલથી વહેતી સ્નેહનીરની સરિતા
ને એનો અમારા માથે હાથ તો જાણે નર્મદા કેરી નહેર હતી

 પ્રભુ રૂપે અમારા માટે માત્ર એ જ "પરમ" ધન વૈભવ હતી
મુજ "પાગલ" માટે અમીદ્રષ્ટિ એની કાયમ આઠો પ્રહર હતી.


Rate this content
Log in