Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Gunvant Upadhyay

Fantasy Inspirational

3  

Gunvant Upadhyay

Fantasy Inspirational

ગેબી શખ્સ

ગેબી શખ્સ

2 mins
13.3K


કોઈના પણ 

સંસર્ગમાં આવ્યા વિના જ

ગર્ભાધાન વિના જ

સમય નામનો કોઈ ગેબી શખ્સ

કેટલાં યે વરસોથી

મૂક્યાં કરે છે

ઈંડાં પળેપળ;

પરભૃત્તિકા પેઠે જ !

ઈંડાં પછી ઈંડાં; ઈંડાં પછી ઈંડાં

વળી વળી ઈંડાં 

મૂકી

પ્રત્યેક પળે છટકતો

ક્યાંક સરી જાય છે !

ન માળો; ન ગરમાળો; ન આંબો; ન ડાળો; ન પાળો; ન તાળો; ન ગાળો- ગોટાળો

દરિયાની

તમામ માછલીઓને

પકડી લેવાં એકસામટી જ

વણતો રહે છે જાળો

લાલ; પીળો; લીલો; કાબરચીતરો કે કાળો

સહસ્રશિર્ષમન્વયે; સહસ્ર નેત્રાય; સહસ્ર પાદાય; સહસ્ર બાહવે !

નામ છે -- ખાલી છે; આંખ છે--પ્યાલી છે; ખાલી છે

જાહોજલાલી છે !

એકલતા પ્યારી છે; સંગત નોંધારી છે;

ડારી છે

ભીતર કંઈક ભયંકર મારામારી છે.

એક છે; અનન્ત છે; એકમેક એક છે

તેગ; તેગ; તેગ છે

ઘાટીલો વેગ છે

ખાલીખમ-ખાલીખમ મસમોટી દેગ છે !

લાક્ષાગ્રહી લહાય વચ્ચે 

અંધારાં ચૂંટ્યાં'તાં; લૂટ્યાં'તાં

અંધારે છૂટ્યા'તાં

ફળફૂલ ચૂંટ્યાં'તાં; હરણાંઓ વેડ્યાં'તાં; રાધ્યાં'તાં

સૌએ મળી ખાધા'તાં

એકમેક ડૂબ્યા'તાં; તરતા'તાં; ફરતા'તાં

ધોમધોમ ઉનાળે

ખુલ્લી બપોરનાં પડખાંઓ ઘસતા'તાં

કુન્તાની વાડી છે

ગૂંગાની વાણી છે !

રામ છે; રહેમાન છે; ઈમાન છે; ગુમાન છે

ઉપર આસમાન છે

નીચે અવમાન છે

જમણે સુલેમાન છે

ડાબે કમાલ છે !

ચિત્ત સંભ્રાન્ત છે; જાત હનુમાન છે

થોડું અનુમાન છે

ઝાઝો વિ-રામ છે

સામે વેરાન છે !

હાલ મવાલી ને જેબ હજું કાણી છે

કાણી ને ખાલી છે

આપણી યે વાણી છે

એજ તો કમાણી છે

રાજા ને રાણી છે

સાલ્લી

પરજાય થોડી શાણી છે !

પાણી છે; પાણી છે; પાણી છે; પાણી છે

આંખોનાં પોપચાંમાં પોતીકાં પાણી છે !

દોરવાયા દોર્યાં'તાં; સારાને મૂક્યાં'તાં

નરસાંને ઝૂક્યાં'તાં

ડૂક્યાં'તાં

ઘેટા ઉછેર્યાં'તાં

વિચારી; વિચારી

લાં

બુ

વિચારી પાળ્યાં'તાં

ટપકેલાં ઈંડાંઓ;

મસમોટાં મીંડાંઓ

કીડાંઓ; કીડાંઓ; કીડાંઓ; 

પાળી'તી પીડાઓ---

ઘેટાંને ગણવામાં

ખણવામાં

જણવામાં

હાર્યા- હરાવ્યા'તાં

સિંહ સમા હાર્યા'તાં !

ઈંડાથી ઈયળ;

ઈયળથી કોશેટો

કોશેટો બનતું પતંગિયું

રસ્તે અટવાયા'તાં; અટક્યાં'તા

અટકેલાં; ભટકેલાં; મૂંઝેલાં ઊભા'તાં

ત્યારે

અત્યારે

અબીહાલ પણ

કેટલાંયે વરસોથી

મૂક્યાં કરે છે

ઈંડાંઓ; પ્રતિક્ષણ--

કોઈ ગેબી શખ્સ !


Rate this content
Log in