Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dilip Ghaswala

Drama

3  

Dilip Ghaswala

Drama

પાનખર...દિલીપ ઘાસવાળા

પાનખર...દિલીપ ઘાસવાળા

1 min
494


પાનખરમાં પર્ણો કેવા ડોલતા હતાં ?

કે વસંતી વાયરાને કેવા તોલતા હતાં.


ભીતરે હરિયાળી જાણે લીલીછમ હતી,

કોઈ કોકિલ કંઠથી ખુદ બોલતા હતાં. 


કેસરી વલ્કલ વસંતી પહેર્યા હતા,

આ કણેકણમાં જગતમાં આંદોલતા હતા,


આવરણમાં ભક્તિ રસ મહેકતો હતો,

જઇને મંદિરમાં મેં કેવા ચડતાં હતા?


ખેતરોની ક્યારીમાં રૂપ ઉઘડતા હતાં,

સાંજ કેસરયાળુ કેસર ઘોળતા હતાં,


પાનખર વેદનાની મૂંગી ચીસ ;

લક્કડખોદો ડાળી છોલતા હતા.


એકડો ઘૂંટતા હતા પ્રણયના જ્યાં વસંતમાં,

દ્વાર કેવા "દિલીપ" ક્ષણના ખોલતાં હતાં ?


Rate this content
Log in

Similar gujarati poem from Drama