Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
રહેવા દીધું છે પાસે
રહેવા દીધું છે પાસે
★★★★★

© Sunil Shah

Others

1 Minutes   13.5K    3


Content Ranking

હતું જે કામનું, એને જ રહેવા દીધું છે પાસે,
ઘરેણું યાદનું, એને જ રહેવા દીધું છે પાસે.

ભુલાતી ગઈ વીતેલી ક્ષણ બધીયે સંસ્મરણની; પણ,
મળ્યું થઈ આજનું, એને જ રહેવા દીધું છે પાસે.

ભલેને શહેર મારી કર્મભૂમિ થૈ ગયું છે પણ,
હૃદય છે ગામનું, એને જ રહેવા દીધું છે પાસે.

મળ્યા’તા કાંકરા બહુ, શબ્દની સંગાથમાં તો,
દળ્યું જે સાચનું, એને જ રહેવા દીધું છે પાસે.

હકીકતમાં ઘણુંયે માતબર છે વસ્ત્ર જીવનનું,
હતું જે માપનું, એને જ રહેવા દીધું છે પાસે.

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..