Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Namrata Amin

Classics Romance

0.3  

Namrata Amin

Classics Romance

શ્રાવણની એક સાંજે...

શ્રાવણની એક સાંજે...

1 min
13.3K


શ્રાવણની એક સાંજે આપણે મળ્યાં,

બન્ને હતા કેવા ઉદાસ અને એકલા..

તારી આંખોમાં સોનેરી સંધ્યા ઘુંટાતી'તી,

એ સોનેરી રંગ મારા દુપટ્ટામાં છવાઈ ગયો


કેવા નિર્દોષ અને નાદાન હતા આપણે,

આપણને ક્યાં કઈ ખબર જ હતી,


સુના શહેરમા વસતા'તા આપણે,

આપણી દુનિયામા એકલા હતા આપણે

પણ આપણે મળ્યા ને નગર વસી ગયું,

દુનિયા આપણી મોટીમોટી થઈ ગઈ,


કેવો હતો તું ને કેવી હતી હું પણ,

દરીયાકિનારે રેતીનું ઘર બનાવતાં'તાં આપણે

વરસતા વરસાદમાં સાથે ભીંજાયા'તા આપણે,

એકબીજાંને ખૂબ પલાળ્યા'તાં આપણે

જો કે ત્યારે નો'તી ખબર હવે જાણ્યું,

ભીંજાયા'તા એ આપણે નહીં આપણાં મન.


ક્યારેક હું રિસાતી ને તું મનાવતો,

ને ક્યારેક હું મનાવતી તો તું જ રિસાતો...

તારી વાતો કેવી સાંભળતી'તી હું, નહીં?

ને, મારા ગીતોમાં તું નહોતો ખોવાઈ જતો?

આજે હું ને તું કદાચ કોરા થયા હોઇશું,

પણ આપણાં મન તો હજી ભીના જ છે.


એષ,

આપણાં પ્રણયનાં સાક્ષીઓ પણ કેટલાં બધાં?

પેલી સૂની કેડી, આ પીળા ફૂલો, એ કિનારો, અને...


આપણી વચ્ચે આવી ગઈ એક દિવાલ સમયની,

પણ એનુ તુટવું તો નિષ્ચિંત જ છે, ખરુ ને?

કેમ કે વચ્ચે આ વૈશાખ આવી ગયો છે,

પણ મને તો ઇન્તેઝાર છે શ્રાવણની એક સાંજનો.



Rate this content
Log in