Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gaurang Thaker

Others

3  

Gaurang Thaker

Others

તરહી ગઝલ

તરહી ગઝલ

1 min
14K


કહ્યું મેં એમ કે મંદિરનો તું પૂંજારી જો,
તને ક્યાં એમ કહ્યું એમાં બ્રહ્મચારી જો?

અમારી જેમ પ્રથમ તું ય મોંઘવારી જો,
પછી ખુમારી ઉપર બોલવા વિચારી જો.

એ શંખ, ચક્ર, ગદા, પદ્મમાં નહીં દેખાય,
જો ધારવાનો છે તો માનવીમાં ધારી જો

ઉકેલ હોય નહીં એવો પ્રશ્ન છે જ નહીં,
દરેક વાતે જરૂરી નથી કટારી જો

અહીંયા કૂંપળો ફૂટી છે પાણી લાવ હવે,
કશે તો તારી ફરજ જો જવાબદારી જો.

અમે તો હાથ મિલાવ્યો જ છે હ્રદયપૂર્વક,
તને જો હોય હ્રદય તો મને નકારી જો.

 


Rate this content
Log in