Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Jay D Dixit

Drama

4.5  

Jay D Dixit

Drama

એનું નામ

એનું નામ

1 min
386


એક પિતાને બાળક બનાવે,

અને માં ને એનું બાળપણ યાદ કરાવે.

એનું નામ દીકરી.


ઘરનો ખૂણો જે કદીયે સાફ થયો નથી,

એ પણ જેના આવતા મેકઅપ કરાવે,

ને ઘરની જે ખીંટી પર કદી કંઈ ટીન્ગાયું નથી,

ત્યાં પણ તોરણની દરકાર કરાવે,

એનું નામ દીકરી.


ભાયના ભાગમાં જેનો હક,

‘ને પોતાના ભાગમાં ભાયને બાદ કરાવે,

ભૂલ થાય પોતાની તો કંઈ નહીં,

ને ભાયને બ્લેકમેલ કરી કામ કરાવે.

એનું નામ દીકરી.


એક દિવસ બધું છોડી ચાલી જાય,

બીજાના હૈયે પોતાના ધબકાર કરાવે,

ને મહેમાન થઈને આવે ઈ.એમ.આઈ. પર,

ત્યારે ફરી સહુને જીવતા કરી ધન્ય કરાવે.


Rate this content
Log in