Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hasmukh Amathalal

Inspirational

2  

Hasmukh Amathalal

Inspirational

જે થવાનું છે તે થવાનું જ

જે થવાનું છે તે થવાનું જ

1 min
1.4K


બાપાના સફેદ કપડા પર દાગ નથી પાડવા દેતી. 
આજ અમારી મૂડી અને થાપણ છે;
અને અમારું જ આજે શોષણ છે ?

 

આજે સમાજ માં તમારું ઊંચું સ્થાન છે.
લોકોમાં પૂજાઓ છો અને માન છે;

પુંજાભાઈ એટલે કહેવું પડે! આવા નવાજેલા શબ્દો તમને મળે!
"ઘરમાં મહેમાનગતિ એટલે" આ સાંભળી અમારો પણ પારો ચડે। 


સહન સ્ત્રીઓએ જ કરવાનું,
જાતજાતના અપમાન સહવાનું.

ઘરે પણ તોછડાઈ અને બહાર પણ લોકોની બારીકાઇથી નજર
ઘણી વખત થઇ જાય જીવન દુભર. 

આવું દુર્લભ જીવન મળ્યા પછી પણ મુસીબતોનો પાર નથી;
મા બાપનો ખ્યાલ અને સમાજના મોભા બંને સમાજની બહાર નથી.

છતાં જીવીએ છીએ માનભેર મસ્તક ઊંચું રાખીને; 
અમને ખ્યાલ છે એટલેજ તો નારી મહાન છે બધાને.

જુના મૂલ્યો નું ધોવાણ થયું છે;
સ્ત્રીઓનું હંમેશા કુપોષણ થયું છે.

પુત્રમોહ જલ્દીથી છૂટતો નથી;
માબાપની મુસીબતોનો પાર નથી.

આજે જલ્દીથી કોઈના પર વિશ્વાસ ન મુકાય;
ઘણા ઊભા થાય છે અવરોધ અને અંતરાય.

અમારે જાતેજ રક્ષા કરવાની છે અને આગળ વધવાનું છે;
બાકી તો જે થવાનું છે તે થવાનું જ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational