દૂર થઈ ગયો !
દૂર થઈ ગયો !
1 min
7.3K
કાંઠો નજીક આવ્યો છે કે દૂર થઈ ગયો!
માણસની માફક શું એ મજબૂર થઈ ગયો?
મંદિરમાં છો દાતાનું સ્વાગત થતું રહે,
મુફલિસ તરફ શાને પ્રભુ ક્રૂર થઈ ગયો?
જાહોજલાલી જૂઠની જોઈને વળી,
અફસોસ! સતધારી બેનૂર થઈ ગયો.
ઉઠાંતરી કરીને ઘણાજણ પ્રસિદ્ધ થાય,
ને ગામનો નટિયો ય મશહૂર થઈ ગયો.
વ્હાલપની લીલીછમ નદી જો સુકાય છે,
જીવનનો રસ્તો જાણે વિધુર થઈ ગયો!