Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

स ह ज Sahaj

Fantasy Romance

2  

स ह ज Sahaj

Fantasy Romance

સપનું

સપનું

3 mins
1.3K


વહેલી પરોઢની ઠંડી સવારે હું બંધ આંખોમાં સઘળું સુખ સમાવીને,
હજુ પણ ઉંઘમાં ઉજાગરો આંજી નેમખમલી અહેસાસમાં આળોટતો હતો,
ત્યાં જ ઠંડકને વધુ માદક બનાવતા સ્હેજ ભીના રેશમી કેશુઓનો કાફીલો,
પીંછાની જેમ નરમાશથી મારા ચહેરા પરસરકવા લાગ્યો,
અને જાણે એની વાંછટ થીતમામ વરસાદી મૌસમની ભીનાશ,
મને અને મારી ઉંઘને અને મારા જઝબાતોને પલાળીને એક ભીની તાઝગી આપી ગઇ...

હજુ પણ આંખોએ પાંપણની ચાદર ઓઢેલીજ હતી છતાં પણ લગોલગ બાજુમાં, ઊભેલી ન્હાઇને ઉપરછલ્લુ લુંછાયેલ ને સ્હેજ ભીના બદનની માદક ખુશ્બુ,
મને બહેકાવતી હતી મારી પહેલા તો મારા ચંચળ ઇરાદાઓ એ આળસ મરડીને એના સુંવાળા હાથને પકડી ને-
મારી તરફ ખેંચીને એ આખી જોબનવંતી કામણગારી નમણી નાજુક કાયા ને જ
મારા શરીર પર ઓઢી લીધી...
અને તરત જ એની મુલાયમ હથેળીથી એણે મારી તલબગાર આંખો ઢાંકી દીધી,
અને શરમાયેલા કાંપતા મીઠડા અવાજ માએણે કહ્યું,
“..સાલા બેશરમ.. આ શું કરે છે તું? હજી ન્હાઇને આવી છું,
ટોવેલમાં જ છું.. કપડાં તો પહેરવા દે..”
હું પહેલા ચેંજ કરી લઉપછી જ આંખો ખોલજે તું ઓકે..
અને મેં પણ થોડી'ક નફ્ફટાઇથી કહ્યુ કે..
મારો કંઇ વાંક નથી પણ આ શિયાળો અનેઆ જાલીમ ઠંડીઇઇઇ....
ત્યાં ફરી એક બીજી નાજુક હથેળી એ મારા હોંઠોને
લોક કરીને અધવચ્ચે જ બોલી કે.. શટ-અપ..
માર ખાશે હવે તું મારા હાથે..
અને પછી મેં પણ હોંઠ પર ઢંકાયેલી હથેળીપર હળવેકથી દાંત ભીસ્યા.. આઉઉચ... જરાક તો લાજ તું... કેવું દુઃખ્યું મને!
આમ તે કંઇ બચકા ભરાય મને..?
મારી આંખો પરથી પણ એની બીજી હથેળીને જરાક બળ કરી હટાવી ને..
મારે તો તને જ આખે આખી ખાઈ જાવી છે.
આટલું કહીને મેં એને થોડી વધુ ભીંસથી કસોકસ જકડી લીધી..
અને એ સાથે જ મારા શરીર પર પથરાયેલી ટોવેલમાં વીંટળાયેલી
એની મખમલી કાયામાં સળવડાટ સાથે વધેલી ધડકનો અને હાંફતી છાતી
મને વધુ શરારતી ઉશ્કેરણી આપતી હતી..

હવે એની બંધ આંખોમાં ઇજન હતુ,
એના થીરકતા કાંપતા ગુલાબી હોંઠોમાં તલબ હતી,
જાણે મારે અમર થઈ જવુ હતુ અને એના યૌવનમાં અમૃત હતું.
એની પકડ ઢીલી થઈ રહી હતી,
છુટવાની તાલાવેલી નહીવત થઈ રહી હતી,
મને વશ થવા એ આતુર હતી,
શૃંગારિક કવિતા જેવી કાયા મૌન હતી,
પણ એના શ્વાશમાં આહની વાહ,
અને નર્મ ઉભારોમાં તેજ ધડકનોમાં છલકાતું જાણે ઇર્શાદ હતું..
એના ટોવેલની એ લલચામણી ગાંઠ,
અને એ ગાંઠમાં બંધાયેલો યૌવન દરિયો,
અને ઓમા ડુબવાના મારા અભરખાઓ..
હોંઠોમાં હોંઠ પરોવાઇ ગયા,
અને સાત સમંદર એક સાથે પીવાય ગયા,
ટેરવા દિવાસળી બની નેસ્પર્શે સ્પર્શે અંગે અંગ સળગાવતા ગયા,
ધગધગતા બેય શરીર ઓકબીજાને હુંફમાં ઓગાળતા ગયા.
શબ્દોનો કોઇ અવકાશ નહોતો ને વેરવિખેર પથારીના પન્નામા પ્રેમરસના ગ્રંથ લખાતા હતા,
કરાર વગર સ્પર્શના હસ્તાક્ષરોથી આવેગોના ટોળા વચ્ચે પરમ સુખના સમાધાન થતા હતા,
ઓતપ્રોત લથબથ તલ્લીન થઈને બે શરીર એકબીજામાં ભળતા હતા.
ગાઢ રીતે ગુંથાઇ ગયેલી કાયાઓમાં હૈયાની કશ્મકશો ઉકેલાતી હતી... ત્યાં જ એલાર્મનો કર્કશ ઘ્વનિ સમગ્ર વાતાવરણને બેસુર બનાવી ગયો..
સફાળી ઉઘડી ગયેલી આંખો
અચંબા સાથે કશુંક શોધવા લાગી..
સાફસુથરી સુવ્યવસ્થિત પથારીમાં કંઈક કેટલાય પ્રશ્નાર્થચિહ્નો વંચાતા હતા.

બારીમાંથી નોક કર્યા વગર વિધાઉટ મેનર્સ સુરજની કિરણો
આવી ને દઝાડતુ ડિસ્ટરબ કરતી હતી..
છાતીએ મીઠી ચુભન હજુ ફીલ થાતી હતી,
પણ દાંતોના નિશાન ઇન્વિઝીબલ હતા,
કોઇ અદ્રશ્ય આંગળીઓ એપીઠ પર કામાતુર ઉઝરડા કર્યા હતા..
એ નર્માહટ એ ગરમાહટ એ નમણા સ્પર્શ
હજુયે અનુભવાતા હતા,
એ શિશકીયો એ આહો હજુ એ ફુંકાઇ રહી હતી..
વરસી ગયેલું અભરખાનું વાદળુ,ને એ કામણગારુ તાપણુ,
એ મને મળી અને મારામાં ભળી ગયેલું કોઇ આપણું,
હજુએ એનુ અસ્તિત્વ હાજરી પુરાવી રહ્યુ હતું..
છતાય આ સવાર આ શુન્યાવકાશ મને સવાલો કરતા હતા..
જવાબ એક જ હતો જે મને મંજુર નથી..
હા... "સપનું"... પણ ના.. હું નહી માનું..અહેશાશોને શબ્દો આપીશ,
લખીશ અને તને વંચાવીશ આ બધુ જ રાહ જોઈશ.
એ રાત ની જેમા સપનું નહીં પણ તુ આવજે..
એ આખી રાતના ઉજાગરાને બદલે,
જાગીને જાગરણ ઉજવીશું!
અને હા, એક એવી સવાર પડશે,
જ્યાં કોઇ જ એલાર્મ નહી રણકે..!


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy