Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Himal Pandya

Others

4  

Himal Pandya

Others

અનુભવ

અનુભવ

1 min
13.3K


આવવું, રહેવું અને પાછા જવું;
બોલ, આમાં ક્યાં છે કરવાનું નવું?

બસ, ખપી જાવાનો રસ્તો એય છે,
કોઈને ઉપયોગમાં આવી જવું!

જ્યાં સુધી રહીએ ચલણમાં ત્યાં સુધી,
આપણી પાસેનું ઉત્તમ આપવું.

દૂર રહીએ ઓળખી લીધા પછી,
ક્યાં સુધી લઈને ફરીશું ત્રાજવું?

કેમ? લોકેશન મળ્યું ના મેપમાં?
વૃધ્ધ પૂછે છે કરીને નેજવું!

હું અનુભવથી જ એ શીખી ગયો!
કે અનુભવ શીખવે - એ શીખવું.

 


Rate this content
Log in