Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Jyoti Parmar

Inspirational

2  

Jyoti Parmar

Inspirational

ફકીરી

ફકીરી

1 min
6.8K


એ ફકીરી, શું કરે, જે ઘેર, ફાંકા, રોજના
તાવડી, તડતડ ને, દર-દર નાંય, ઠેબા રોજના.

ભૂખની એકેય દિવસ મેં રજા જોઈ નથી;
ને પરાણે બાંધવા પેટે ય પાટા રોજના

એય લીલાધર સમેટી લે બધી લીલા હવે
કેટલા પેદા હજી કરશે સુદામા રોજના.

"રા" મથુરાનો થયો મામો હણી ને એ ભલે;
એક માર્યો આંય ઉગતા કૈક મામા રોજના.

એક ચારાગર બતાવો દર્દને જાણ્યું ન હો
તે છતાં ચાહે કે દર્દીના હો ટોળાં રોજના

નોંધણી મારી હયાતી ની કરો બસ એટલી 
મેં ઉછીના શ્વાસ લઇને ખર્ચ કીધાં રોજના.

તું જવાબો દઈ શકે? ગરવી વિચારી લે જરા,
કેવાં કેવાં jજિંદગી મૂકે ઉખાણાં રોજનાં.


Rate this content
Log in

More gujarati poem from Jyoti Parmar