Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
ઓય મા !
ઓય મા !
★★★★★

© Jignesh Vala

Inspirational Tragedy

1 Minutes   7.0K    4


Content Ranking

શબ્દ રૂપી ડામ આપ્યો છે મને તેં ઓય મા !

રોજ અંદરથી દઝાડ્યો છે મને તેં ઓય મા !

ઈંટની માફક નથી ચોંટી શકેલો ઘર મહીં;

પોપડાની જેમ પાડ્યો છે મને તેં ઓય મા !

હું કશું સમજી શકું અેવી નથી હાલત રહી;

પાવડો થઇ રોજ ખાપ્યો છે મને તેં ઓય મા !

બાગ છું હું અેક મઘમઘતો ફૂલોનો તે છતાં ;

છાણ માફક કેમ થાપ્યો છે મને તેં ઓય મા !

અંત વેળા લાશ કેવળ થઇ ગયેલો તોય પણ;

આગ મૂકીને જલાવ્યો છે મને તેં ઓય મા !

શબ્દ બાગ ફૂલો મા ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..