સતાવે છે
સતાવે છે
1 min
13.4K
એક વાત સતત મને,સતાવે છે
મારી યાદ હવે માને,સતાવે છે
આતો જનમ મરણ વારો હતો
યાદ તારી હવે મુજને,સતાવે છે
બે શબ્દ બોલી ચાલ્યા ગયા લોકો
છેલ્લી ઘડી રોજ સૌને,સતાવે છે
દીકરી પણ ચાલી સાસરે હવે
દીકરી તો હવે બાપને,સતાવે છે
"રહીશ" કેમ પોતાના દૂર થઈ ગયા
સબંધો તો બસ ખુદને,સતાવે છે