Bhupen Lakhatariya

Others


2  

Bhupen Lakhatariya

Others


ગઝલ

ગઝલ

1 min 6.7K 1 min 6.7K

દિલમાં એની યાદ આવે ત્યારે ગઝલ લખું છું,

એક અનેરો ઉન્માદ આવે ત્યારે ગઝલ લખું છું

 

આકાશમાં હોય ભલે અસંખ્ય તારલાની વણઝાર

મને ગમતો ચાંદ આવે ત્યારે ગઝલ લખું છું

 

નથી ગમતી આ દુનિયાની મન-ઘડત વાતો

એનો મીઠો સાદ આવે ત્યારે ગઝલ લખું છું

 

લખવા ખાતર તો ઘણીય લખાય છે નઝમ,

પણ ગઝલમાં એની દાદ આવે ત્યારે ગઝલ લખું છું

 

બાગ-બગીચામાં કરે પંખીઓ મીઠાં ગીત ગુંજન

"જીગર" નામનો નાદ આવે ત્યારે ગઝલ લખું છું


Rate this content
Originality
Flow
Language
Cover Design