Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Gunvant Upadhyay

Others

3  

Gunvant Upadhyay

Others

અણગમતું

અણગમતું

1 min
13.6K


કોઈ પોતીકું જ અવગણતું થયું;

હોવું પડછાયાને અણગમતું થયું.


રેશમી કારણ ભીતર કણસ્યાં કર્યું;

એ છતાં ફરિયાદ ક્યાં કરતું થયું?


પાંખ ઉછીની મળી ક્યા બાત હૈ !

આગવો અભિનય કરી લખતું થયું !


માળો છોડી પંખી ઊડ્યું સાંજનાં

લાગ્યું એથી આભ ઝળહળતું થયું !


તીવ્રતમ તૃષા વિશે પૂછો નહીં;

માનસરજળ આંખમાં વસતું થયું !


Rate this content
Log in