Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Heena Modi

Others

2  

Heena Modi

Others

વ્હાલી મમ્મી

વ્હાલી મમ્મી

1 min
6.7K


 

૭મી ઓક્ટોબર ૧૯૪૫ના દિને
ઈશ્વરે પૃથ્વી પર તેના પ્રતિનિધિ તરીકે
નિર્માણ તારું કર્યું.
અને પછી...
સમયાંતરે તેં મારું...
માની મમતા, ક્ષમતા, સમર્પણ, ત્યાગ
બલિદાન, ભાવના વિગેરે... વિગેરે...
પરીક્ષામાં ગુણ પ્રાપ્ત કરવા
વાંચવા ખાતર વાંચ્યુંને લખવા ખાતર લખ્યું.
પણ જ્યારે,
પેલી હરણી બચ્ચાંને રક્ષવા
સિંહ સામે બાથ ભીંડે
તેમ...
પચ્ચીસ-ત્રીસ ચડ્ડી-બનીયાનધારીઓ સામે
બાથ ભીડી તે મોતને વ્હાલ કર્યું.
તારા સુહાગને રક્ષવા,
તારી દીકરીઓને રક્ષવા
તારી મમતા અને ક્ષમતાનો તે સમયે પરિચય થયેલો.
આમ છતાં,
એક દીકરી તરીકે ઝાઝું સમજી નહીં શકેલી.
પરંતુ...
યોગાનુયોગ તારા જ જન્મદિને,
મેં માતૃત્વને આત્મસાત કર્યું.
ત્યાગ, સમર્પણની દિક્ષા મેળવી.
ત્યારે...
હું તને સમજી શકી

અને, તને અંજલિ અર્પવાની તીવ્ર ઈચ્છા ઝંકૃત થઈ,
તારી મમતાને સજાવવા શબ્દકોશનાં
પાને-પાનાં ઉથલાવી નાખ્યાં.
પણ,
તારી તોલે કોઈ શબ્દ જડ્યો નહીં.
દીવાલ પર ટાંગેલા ફોટાની ફ્રેમમાંથી તું
મારું આ નાટક જોઈ રહી હશે
પણ,
સાચું કહું તો શ્રધ્ધાની અંજલિ સિવાય
તને કશું પણ અર્પી શકવા હું અસમર્થ છું.
હે પરમકૃપાળુ પરમેશ્વર!
તું મારી મમ્મીના શાશ્વત દિવંગત આત્માને શાંતિ બક્ષજે.


Rate this content
Log in