Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hemaxi Buch

Drama

2  

Hemaxi Buch

Drama

પિતા

પિતા

1 min
189


પિતા:

પપ્પા આમ તો કહેવાય પ્રેમનો પા ભાગ

ના, એવું નથી... 

પુરુષ હૃદય રહ્યું એટલે મજબૂર

નાળિયેર ની જેમ બહાર થયો હોય કઠોર

અંદર થી એકદમ પોચા,


શબ્દોમાં કઠોરતા જરૂર નીતરે

પણ આંખો તો વ્હાલ જ વરસાવે

કઈ કેટલીયે ચિંતાઓ

કઈ કેટલીયે ફરજો

જવાબદારીઓ લઈ ને ફરે,

પણ હોતું હશે કે આપણે જાણી શકીએ?


કોણ જાણે ક્યાં છુપાવી ફરતા હશે

આમ જ બેઠા બેઠા વિચારું,

તો થાય કે આપણી કમાઈમાંથી 

તો જરૂરિયાત જ પૂરી થાય છે

મોજ શોખ તો પિતાના પૈસાથી 

પૂરા થયા. 


કેટલાય જતન કાર્ય હશે,

કેટલાય અરમાન મારી નાખ્યાં હશે,

પપ્પા જેવું કોઈ ના થાય

મારા પપ્પા વ્હાલા પપ્પા !


Rate this content
Log in