Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Inspirational

3  

Shaurya Parmar

Inspirational

જીવવા દે

જીવવા દે

1 min
13.9K


મને જેટલો છેતરવો હોય, છેતરી લે, 

મને જેટલો વેતરવો હોય, વેતરી લે.

એ પછી પણ, 

મને ગાંડો કહેવો હોત તો ગાંડો કે, 

બસ એક જ ઇચ્છા કે, 

મને જીવવું હોય એમ જીવવા દે.

નસીબમાં ઘસાવાનું જ લખ્યું છે મારા, 

વાંધો નથી વધુ ઉજળો થઈશ.

મને જેટલો જોતરવો હોય, જોતરી લે, 

આ જોઇ જેટલો આનંદ આવે એટલો લે, 

મને ગાંડો કહેવો હોય તો ગાંડો કે, 

બસ એકજ ઇચ્છા કે, 

મને જીવવું હોય એમ જીવવા દે.

નસીબમાં હસાવાનું જ લખ્યું છે મારા, 

વાંધો નથી વધુ હૈયે વસીશ.

મને જેટલો વધેરવો હોય, વધેરી લે, 

પછી કર્મોનો જે પ્રસાદ મળે એ લે, 

મને ગાંડો કહેવો હોય તો ગાંડો કે, 

બસ એકજ ઇચ્છા કે, 

મને જીવવું હોય એમ જીવવા દે.


Rate this content
Log in