Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Himal Pandya

Others

4  

Himal Pandya

Others

થઈ ગયો!

થઈ ગયો!

1 min
13.6K


એક સોદો સાવ સસ્તો થઈ ગયો!
દિલ ધરી દીધું, ને રસ્તો થઈ ગયો! 

આંસુઓ ઝૂલ્યા'તા જ્યાં તોરણ બની,
એ જ ચ્હેરો આજ હસતો થઈ ગયો!

જો, સમય છિનવી જવા આવ્યો હતો;
પણ એ પળમાં હાથ ઘસતો થઈ ગયો!

ખૂબ હું ભટક્યો હતો, 
પણ આખરે-એમના હૈયામાં વસતો થઈ ગયો! 

એમણે પૂછ્યું, થયો આ પ્રેમ કાં? 
મેં કહ્યું, એમ જ અમસ્તો થઈ ગયો!


Rate this content
Log in