Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

KAVI KALAPI

Classics

0  

KAVI KALAPI

Classics

મસ્ત ઇશ્ક

મસ્ત ઇશ્ક

1 min
135


અયે કાતીલ ! સીને તું સૂતું રહેજે; પડ્યું રહે તું:

નથી તકસીર તહારી એ: ગુનેહગારી હમારી છે !

બિસમિલ્લાહ ખતમ થઈ જા: જિકર કર ના : જિગર ગમ ખા !

હ્રદય નાદાન પ્રેમીલા, દિગમ્બર રાખ ચોળી થા !

કિતાબો ઇશ્કની ખોળી: ઉથાપ્યાં પ્રેમનાં પોથાં:

વિષમ છે ડંખ પ્રીતિનાં : વિકટ છે સ્નેહરસ્તા ત્યાં !

આશક આ પડ્યો બેહોશ : મરી જાશે હિજરાઈ:

આ ફરહાદની કબરે નથી શિરીન સૂવાની!

બસ કમ્બખ્ત દિલ ભોળા ! ઉધામા છોડ ઉલ્ફતના:

ન કર મુફ્ત અફસોસી: મળશે દાદ ના અહિંયાં !

આ દરબાર દરવાઝે ડંકા પ્રેમના બાજે:

પરન્તુ બેવફાઇનાં ઉપર નિશાન ફરકે છે !

કરી ખામોશ પછડા માં: આ તો ખ્વાબનાં નખરાં:

આ ગુલઝાર જાદૂનો: ફરેબી ને દગાવાળો !

મળે જો ના તને હીરો લગાવી કોયલો કાળો,

બન્યું રહે મસ્ત મસ્તાનું અખંડાનન્દમાં રાચી !

માયિક પ્રેમ તરછોડી અનલહકનો તું કર દાવો:

બન્યું રહે મસ્ત મસ્તાનું; મસ્તીનો તું લે લ્હાવો !


Rate this content
Log in

Similar gujarati poem from Classics