Saurabh Joshi

Others


2  

Saurabh Joshi

Others


યાદ આવે છે..

યાદ આવે છે..

1 min 1.2K 1 min 1.2K

યાદ આવે છે..
એ આંખો, જે મારી આંખો સાથે મળી ન શકી.
એ કેશ, જેના પર હું ગજરો લગાવી ન શક્યો.
એ મસ્તક, જેના પર હું સિંદૂર પુરી ન શક્યો.
 
યાદ આવે છે..
એ દિલ, જેની ધડકન હું સાંભળી ન શક્યો.
એ ખોળો, જેના પર હું માથું ઢાળી ન શક્યો.
એ હાથ, જેના સાથે હસ્તમેળાપ થઈ ન શક્યા.
 
યાદ આવે છે..
એ શૃંગાર, જે હું જોઈ ન શક્યો.
એ મહેંદી, જે મારા નામની થઈ ન શકી.
એ પગલાં, જે મારા ઘરમાં આવી ન શક્યા.
 
યાદ આવે છે..
એ નામ, જે મારા નામ સાથે જોડાઈ ન શક્યું.
એ વાતો, જે હું માણી ન શક્યો.
એ "સૌરભ" જે મારી જિંદગીને મહેકાવી ન શકી.


Rate this content
Originality
Flow
Language
Cover Design