Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gaurang Thaker

Others

4  

Gaurang Thaker

Others

ગઝલ

ગઝલ

1 min
13.6K


ચાલ પૂરી થઈ નમાજ અહીં,
મારો મેં સાંભળ્યો અવાજ અહીં .

માત્ર છોડું નહીં મિજાજ અહીં,
હા પરત દઇ શકું છું તાજ અહીં.

એક હૈયે કરું છું રાજ અહીં,
અન્ય ચીંધો ન કામકાજ અહીં.

ફક્ત દેખાય એ જ થાક નથી,
કોઈ ભીતરથી આવે વાજ અહીં.

ઘાવ તારા બધે બતાવ નહીં,
દર્દનો એ સરળ ઈલાજ અહીં


Rate this content
Log in