Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mrudul Shukla

Inspirational

4.7  

Mrudul Shukla

Inspirational

સોગઠી

સોગઠી

1 min
398


છે સોગઠી રમતમાં, તો સીધી ચલાવ્યા કરો

આડાઅવળા ચાલશો, તો ફનાહ થઈ જશો,


હર મનમાં છે તનાવ, એની સાથે લડ્યા કરો

જીતવી હોય આ રમત, પ્રભુચરણે નમ્યા કરો,    


મુશ્કેલ આ ઘડીમા, સંવેદના ધડકતી રાખો

સ્વજનો ના સથવારે, સોગઠી રમતી રાખો,


જીવન ખેલ શતરંજનો, ચાલ એની સમજો    

હારો ભલે એકવાર, બાજી ફરી માંડતા શીખો,


જિંદગી ખેલ ચૌપાટનો, ઈશ્વર ચલાવે એ ચાલો

પાસા ભલે પાડીએ આપણે, પણ પ્રભુ પાડે દાણો,


સોગઠી બધા પોતપોતાની સાચવીને ચાલે,

મૃદુલ મનની સોગઠી પણ પ્રભુ કૃપા એ ચાલે,


રામ જેનો છે રખેવાળ એને કોઈ ન મારે,  

જેની બાજી પ્રભુશરણે, સોગઠી એની રમતી રાખે.  


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational