Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

ઈશારો મંદિરની ધજાનો

ઈશારો મંદિરની ધજાનો

1 min
7.2K


કોઈ અપેક્ષા તો હતી જ નહીં કદી અહીં,
તોય જાણે મને મોટો ખજાનો મળ્યો છે.

જે જે સમયે જે જે જણ મને મળ્યો રસ્તે,
ધારવા કરતા પણ બહુ મજાનો મળ્યો છે.

આંધળુંકિયા હતા જીવન તણાં સફરમાં,
પણ જીવનસાથી મને ગજાનો મળ્યો છે.

આપાધાપી હોય છે અઠવાડિયું આખે આખું,
અંતે રવિવાર એક ઘણો મજાનો મળ્યો છે.

ક્યારેક તો સાવ બેગુનાહ અપરાધી હોવ છું,
ને આ આરામ પણ જાણે સજાનો મળ્યો છે.

હવે કદાચ ઉડાશે જ આસાનીથી આભમાં,
ઈશારો જ્યાં એક મંદિરની ધજાનો મળ્યો છે.

"પરમ" આભારી છું હું અંતે એ સૌનો અંતરથી,
કે "પાગલ"પનમાં સાથ જે પ્રજાનો મળ્યો છે.


Rate this content
Log in