Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Drsatyam Barot

Drama Romance

3  

Drsatyam Barot

Drama Romance

જાદુ છે કે છોકરી

જાદુ છે કે છોકરી

1 min
13.3K




રોજ સપનામાં જ આવી જાય છે,

દર્દ પાછાં એ જ વાવી જાય છે,


હોય પીડા એકલી તો જાળવું,

એ બધાં જખ્મો સજાવી જાય છે,


હું સવારે જાગવા ન માંગતો,

રોજ પાછી એ જગાવી જાય છે,


ક્યાંય ના દેખાય એ દિવસે કદી,

તોય પાછી એ સતાવી જાય છે,


જીતવા હું જેટલું મથ્યા કરું,

એ મને રોજે હરાવી જાય છે,


જાદુ છે કે છોકરી એ ના ખબર,

ઊંઘમાં પણ એ હસાવી જાય છે,


એમ પાછો હું ખુદાને ના નમું,

પણ હમેશાં એ નમાવી જાય છે!


Rate this content
Log in