Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
ઇશ આભાર
ઇશ આભાર
★★★★★

© Chaitanya Joshi

Inspirational

1 Minutes   13.8K    6


Content Ranking

આપી નૂતન જેણે સવાર, ઇશ આભાર તારો,

પૂર્વે ઉષા તણો શણગાર, ઇશ આભાર તારો.


રવિકિરણો નભને ઊજાળે; રજનીને પાછી વાળે,

થાય નૂતન સ્ફૂર્તિ સંચાર, ઇશ આભાર તારો.


નિત નવી આશાઓ જાગે;મનુજ કર્મ કરવા લાગે,

સૃષ્ટિ પર કર્યો છે ઉપકાર, ઇશ આભાર તારો.


આયખામાં એકદિન ઉમેરાય; નૂતન સવાર પરખાય,

ક્યાંક પ્રાર્થનાના ઉચ્ચાર, ઇશ આભાર તારો.


આળસ મરડી સૌ કોઈ જાગે; પ્રભાતિયાં મધુર લાગે,

જોમ જીવમાત્રમાં પ્રગટનાર, ઇશ આભાર તારો.

પ્રાર્થના આભાર ઈશ ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..