જીવી જવું જ હોય જો
જીવી જવું જ હોય જો
1 min
14.6K
જીવી જવું જ હોય જો હોશોહવાસમાં,
ભૂલીને પાનખર પછી શ્વસવું પલાશમાં.
ભીતર ઉલેચી ક્યાં સુધી હોઠે જવાય છે?
એ રીતે શું ડૂમા કદી આવે ઉજાસમાં?
શોધે નહીં દિશા અને હંફાવે રણને જે,
ભટકે નહીં એ ક્યાંય જો છળની તલાશમાં.
તોફાન ચાર આંખનું હદથી વધી જશે,
કર્ફયૂય નાંખવો પડે, તોફાની શ્વાસમાં.
રાખી નથી મેં કોઈ પણ ઇચ્છા જીવન વિશે,
જીવનને ચારે બાજુ તું નાહક ચકાસમાં.
છે એક એનું તેજ કે જે હોય ના અગર,
‘પ્રજ્ઞા’ વિના શું જિંદગી આવે પ્રકાશમાં.