Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Others

3  

Shaurya Parmar

Others

વસંતના રંગે રંગાવું

વસંતના રંગે રંગાવું

1 min
13.4K


વસંતના વાયરાને, ડોલે વનરાજી એવા,
ભવમાં રાજી રાજી થાવું... રે...
વાહલા મારે વસંતના રંગે રંગાવું !

આંબા ડાળે ઓલી, કોયલ બોલે એના<,
સાદે જગ ભૂલી જાવું,
ગામની સીમે ઓલ્યો, મોરલો નાચે એની,
સંગ સંગ હું ઝૂલી જાવું... રે...
વાહલા મારે વસંતના રંગે રંગાવું !

રંગબેરંગી ઓલ્યા, ફૂલને પતંગિયાંનાં,
રંગે મારે ચીતરાવું,
કેસુડાંના ફૂલને, પાણીમાં પલાળી એનાં,
ભગવા રંગે ભીંજાવું... રે...
વાહલા મારે વસંતના રંગે રંગાવું !

ગુનગુન કરતાં ઓલ્યા, ભમરા આવે એને,
ફૂલરસ હું પીવડાવું,
ફાગણ લાવે ઓલી, યાદો વિજોગણની,
યાદોમાં જાત નવડાવું...રે...
વાહલા મારે વસંતના રંગે રંગાવું !

તરુવરે મંજરીને આવે લીલા પાન થાય,
આખું મલક હરીયાળું,
ભવને ભૂલી હું તો માણું કુદરતને વાહલા,
જીવન થાય રઢિયાળું...રે...
વાહલા મારે વસંતના રંગે રંગાવું !

વસંતના વાયરાને, ડોલે વનરાજી એવા,
ભવમાં રાજી રાજી થાવું...રે...
વાહલા મારે વસંતના રંગે રંગાવું !


Rate this content
Log in