કવિતા
કવિતા
વારંવાર હારીનેજ જીતને પાકી કરું છું.
આકાશને આંબવાની ઇચ્છા ધરું છું.
અડગ ઈરાદો રાખીનેજ હું ચડું છું,
ભલે નિષ્ફળ થઇને કદી તો પડું છું.
ઉઠો જાગો અને ધ્યેયને પ્રાપ્ત કરો,
સુત્ર મનમાં રાખી જાતને રોજ ઘડું છું.
ભરી લઉં છું હું સદા હૈયામાં હામને,
પુરી તાકાતથી જાત સાથેય લડું છું.
ભલેને આવતી લાખ અડચણો ના ડરું.
મુશ્કેલીની સામે હિંમતથી આથડું છું.