Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Masum Modasvi

Inspirational

3  

Masum Modasvi

Inspirational

જખમના ઘસારા

જખમના ઘસારા

1 min
6.6K


તમે સાવ ખાલી ઇશારા કરો છો,

વધેલી તડપના નજારા કરો છો.

કહો કયાં લગી આમ તરસ્યા રહીશું, 

મળીને વધારે કિનારા કરો છો.

પ્રણય લાગણીને દબાવી દબાવી, 

હ્રદયપર જખમના ઘસારા કરો છો.

નજરભર નજરની ઇનાયત કરીને,

મળો છો મગર બે સહારા કરો છો.

કદમ બે કદમ સાથ ચાલી અમારા, 

ટુંકા અંતરોના વધારા કરો છો.

લખી બે કરારી જ માસૂમ નસીબે,

હ્રદય ભાવ શાને ઉઘાડા કરો છો.


Rate this content
Log in