Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Devika Dhruv

Others

2.5  

Devika Dhruv

Others

અંજલિ

અંજલિ

1 min
13.6K

દૂરથી ઊડી આવતાં પંખીના ટોળાં,
ફફડાવી પાંખો કરતા યાદોનાં મેળા;
ચાંચેથી ખોતરતા ભીતરના જાળાં,
જાળેથી ખરતા જૂનાં તાણાંવાણાં. 

ઉપસી છબી માની ફેરવતી પાનાં,
લખતી’તી બસ, એ ભગવાનના ગાણાં;
કહેતી’તી “વેરજો બેન,પંખીને દાણાં,
ને જાઓ જો દેશ તો ગાયોને પૂળા.

અવગણજો પડે જો મનને કો’ છાલાં,
વિવાદ ને વાદ ના કરશો કોઈ ઠાલા;
સંસાર તો  જાદુગરની છે માયા,
અહીંયા ના કોઈને કોઈની છે છાયા.”

નિસ્પૃહી માતાની સ્મૃતિનાં ટોળાં,
નીતારે પાંપણથી આંસુની ધારા;
અર્પુ શું અંજલિ લઈ અક્ષરની માળા,
શબ્દો પડે જ્યાં ઉણા ને આલા.

ગીચ ઝાડીથી ઉડતાં પંખીના ટોળાં,
ફફડાવી પાંખો રચે મમતાનાં મેળા.

Rate this content
Log in