તારી યાદ
તારી યાદ
1 min
13.9K
ખાનાબદોશ છું ગમે ત્યાં નીકળી જઈશ
રસ્તો, દિશા, વળાંક, ક્ષિતિજમાં ભળી જઈશ
ચહેરો આ પુષ્પ જેવો, હવા ગુલ્ફની સુગંધ
મારી નજર ને શ્વાસમાં એ સાંકળી જઈશ
આ હોઠ પ્રકંપિત અને હેરતભરી નજર
નિઃશબ્દ તું કહે છે કે તે હું સાંભળી જઈશ
તારું વ્યથિત વદન અને આ ફિક્કી ચાંદની
તારી ઉદાસ આંખોમાં હું ઝળહળી જઈશ
સ્પર્શી તો જો તું તારા ઉષ્ણ હાથથી
કોમળ છું મીણ જેમ તરત ઓગળી જઈશ
પક્ષી ઉદાસીઓના તારી યાદ આપશે
એ સાંજે તારે ગામ હું પાછો વળી જઈશ
આ તેજ, વાયુ, જળ, ધરા, આકાશ પણ હનીફ
મારા જ અંશ છે એમાં ભળી જઈશ