Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dilip Ghaswala

Others

3  

Dilip Ghaswala

Others

ફાયર ફાઇટર

ફાયર ફાઇટર

1 min
181


જોઈએ છે, એક ફાયર ફાઈટર,

કે જે મા બાપના દિલમાં

લાગેલા દવ ને ઠારી શકે !


કેવી મજબૂરીને કેવી લાચારી,

ગોઝારી એ બળબળતી બપોર

મોતના કોળિયા સામે,

એકવીસ જિંદગી સાવ લાચાર.


તક્ષશિલા પરિણમ્યું હતું,

લાક્ષાગ્રુહમાં,

ચોમેર ચિચિયારી, ચીસ,

આક્રંદ ભૂલકાઓનું,

'બચાવો.બચાવો'ની આજજી ભરી ચીસો.


પથ્થર દિલના ઇન્સાનને પણ,

પીગળાવી દે,

બધાં જ લાચાર, નિઃસહાય,

વિશ્વની ઊંચી પ્રતિમા બનાવનારા આપણે,

ચાર માળ પહોંચે એવી સીડીના બનાવી શક્યા.


એટલા લાચાર આપણે,

આગની લપેટમાં બહાર,

જીવ હરણ કરતી અગન જ્વાળાઓ,

અંદર રૂંધાતો માસુમ અંધકાર.


પ્રભુ આ તે કેવો પ્રહાર !

અગ્નિશમનથી અગ્નિ તો સમેટાઈ ગયો,

પણ જેણે લાડકવાયા,

દીકરા દીકરી ગુમાવ્યા છે,

એમના મનમાં જે આગ લાગી છે,

તે આગ કોણ બુઝાવશે ?


સરકાર ? બિલ્ડર ? ભ્રષ્ટ તંત્ર ?

છે કોઈ જવાબ ?

છે કોઈ એવું ફાયર ફાઇટર,

મા-બાપની વ્યથાને શમાવી શકે !


Rate this content
Log in