Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Heena Pandya (ખુશી)

Romance

3  

Heena Pandya (ખુશી)

Romance

એ મજાની છોકરી!

એ મજાની છોકરી!

1 min
700


આ ગઝલનાં રાગ જેવી એ મજાની છોકરી.

પ્રેમમાં છે બાગ જેવી એ મજાની છોકરી.


તું કદી છંછેડ એને ને પછી આવી બને,

દહેકતી આ આગ જેવી એ મજાની છોકરી.


એ સિતારે જો સજીને નીકળે એવું બને,

છે પ્રકૃતિનાં ભાગ જેવી એ મજાની છોકરી.


હાથ પકડીને હવે રોકી શકું છું આમ તો,

જો મજાનાં લાગ જેવી એ મજાની છોકરી.


એ ઝલક જોવા ઘણા ઉમટી વળે છે જે તરફ,

આ જમાને માગ જેવી એ મજાની છોકરી.


છે પ્રણય 'ને ના કહે છે એ નથી શું ચાહતી!

કે મળે ના તાગ જેવી એ મજાની છોકરી.


ને શરમથી ગાલ એનાં રક્તવર્ણા જો થયાં,

છે પલાશે ફાગ જેવી એ મજાની છોકરી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance