Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vishal Parmar

Romance Tragedy

3  

Vishal Parmar

Romance Tragedy

શું થાશે ?

શું થાશે ?

1 min
6.9K


તું નહીં આપે સાથ તો મારુ શું થાશે ?

આ તો જીવન છે પ્રિયે જીવાઈ જાશે...

તું નહીં મળે તો શું પ્રેમ ખોવાઈ જાશે ?

પ્રેમ કોઈ વસ્તુ થોડી છે જે વેચાઈ જાશે...

તું શું માને છે પ્રેમ આપણો આમ જ થંભી જાશે ?

પ્રેમ તો એવું આકાશ છે જે બધેય વ્યપી જાશે...

તારા ગયા પછી સુકાઈ ગયું છે હ્રદય હવે શું થાશે ?

તું આવ ભેળવ લાગણીરૂપી રસ એ પણ ભીંજાઈ જાશે..

બસ એ જ છે ઝંખના હ્રદયની શું એ પૂરી થાશે ?

કે મારુ સરનામું બને નામ તારુ ને હ્રદય તારુ મુકામ થાશે...

અંતે આ "અંત" કહે મારા જીવનનો અંત શું થાશે ?

મને મળે જો મોત તારા આલિંગનમાં ત્યારે આ જીવ જાશે...


Rate this content
Log in