Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
પહેલી  નજરનો પ્રેમ
પહેલી નજરનો પ્રેમ
★★★★★

© Saurabh Joshi

Romance

1 Minutes   7.1K    6


Content Ranking

નિર્દોષ ને નમણી છે આંખો તારી,
  જોઈને થઈ ગયો હું દીવાનો.
   આ તો પહેલી નજરનો પ્રેમ..

મનમોહક છે સ્મિત તારું,
  એ જોઈ હું મારા બધા દુઃખ ભૂલી ગયો.
  આ તો પહેલી નજરનો પ્રેમ..

નથી કોઈ શૃંગાર, છતાં પણ તુ સુંદર છે,
  મને તો તારી સાદગી જ ગમે છે.
  આ તો પહેલી નજરનો પ્રેમ..

નથી તને સ્પર્શવાની ઈચ્છા કે
  નથી તને પામવાની ઇચ્છા.
   મને તો છે નિર્દોષ ને એકતરફી પ્રેમ
   આ તો પહેલી નજરનો પ્રેમ..

તું ભલે ન થા મારી પ્રેમિકા,
  પણ હું તો તારો જન્મો-જન્મનો પ્રેમી.
   આ તો પહેલી નજરનો પ્રેમ..

કરૂં હું ખુદાની બંદગી કે
    કરૂં હું તારી પૂજા,
"સૌરભ" માટે તો ખુદા અને તું બંને સરખા.
આ તો પહેલી નજરનો પ્રેમ,
   આ તો પહેલી નજરનો પ્રેમ...

 

કવિતા પ્રેમ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..