Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational

2  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational

કેવી....

કેવી....

1 min
6.8K


જનાજામાં જિંદગી કેવી
ને તકાજામાં બંદગી કેવી
 
તબિયત રૂહની ન પૂછ
આ ઈશ્કમાં માંદગી કેવી
 
દરદ જ દવા બન્યું હવે
પૂછો આ દિવાનગી કેવી
 
છે ચમક આંખોમાં અનોખી
તો નેહમાં નારાજગી કેવી
 
રવાયતને આગ લગાવો
ઈશ્કમાં શર્મિન્દગી કેવી
 
શું મોત ને વળી શું જિંદગી
આ ઈશ્કમાં પસંદગી કેવી
 
તુજ થકી અસ્તિત્વ મારું
તું નથી તો જીંદગી કેવી
 
'પરમ' પ્રેમના પ્રકાશમાં
'પાગલ' હવે તિરગી કેવી
 
 
 
 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational