Mukesh Jogi

Drama Romance


Mukesh Jogi

Drama Romance


હળવે થી

હળવે થી

1 min 14K 1 min 14K


ગાલગાગા ગાલગાગા ગાગાગા


એક સારી વાત મુકુ હળવે થી,

મોઘેરી સોગાત મુકુ હળવે થી,


બાળવો છે તો તું બાળી લે પુરો,

આગ સામે જાત મુકુ હળવે થી,


પ્રેમ ના રૂપક ગુલાબો છે તો શું?

હું તો પારીજાત મુકુ હળવે થી,


માનશે ના કોઈ મારો ખુલાસો,

સાવ કોરી રાત મુકુ હળવે થી,


વાદ ને વિખવાદ તો ચાલ્યા કરશે,

પારકી પંચાત મુકુ હળવે થી,


ચાંદ છુપાવી ને બેઠો છે "પાગલ"

તારલા ખેરાત મુકુ હળવે થી.


Rate this content
Originality
Flow
Language
Cover Design