Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nisha Shah

Inspirational Others

3  

Nisha Shah

Inspirational Others

શતરંજની રાણી

શતરંજની રાણી

1 min
195


કેમ ન ઓળખી મને ?

શતરંજની હું રાણી છું !


આડી ચાલુ, ઉભી ચાલુ,

ત્રાંસી ચાલુ, ઉંધી ચાલુ,

ધારું તે દિશામાં ચાલુ,

આખરે તો એક સ્ત્રી છું ને ?

 

એક શક્તિ છું

એક અજબ ગજબની વ્યક્તિ છું હું!

આજના યુગમાં વુમનપાવર કહેવાઉં,

એવી મહાદેવી છું હું !


સ્વતંત્રતાની ચાહક છું,

મારા ઘરની રાણી છું હું,

બાળકો માટે માતા રુપે છું,

વડીલો માટે અન્નપૂર્ણા છું હું !


શૂરવીરતામાં ઝાંસીની રાણી છું,

લોકશાહીની ભારતીય નારી છું હું,

બ્રહ્માની એક એવી કૃતિ છું,

સર્વ વ્યાપી અજોડ અજય છું હું !


ફક્ત પ્રેમથી જેને જીતી શકાય 

એવી હું પણ શતરંજની રાણી છું.


Rate this content
Log in