Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Sanket Vyas Sk

Children Stories

5.0  

Sanket Vyas Sk

Children Stories

બાળપણ યાદ આવ્યું

બાળપણ યાદ આવ્યું

1 min
1.2K


(કેટકેટલીય સુખ-સાહ્યબી ભોગવીએ તો પણ બાળપણ જેવું સુખ આપણને ક્યાંયથી નથી મળતું. એવા આપણા બાળપણના સમયને યાદ કરીએ તો સુખથી ખૂબજ આપણે છલકાઈ જઈએ છીએ અને બાળપણના સમયને આપણે વાગોળવા માંડીએ છીએ. એ સમય આપણને ખૂબજ આનંદ અપાવી જાય એવો હોય છે. એવો સમય પાછો લાવી પણ નથી શકતા.


   આવીજ યાદોની રમઝટ મારી સાથે થઈ અને બાળપણનો સમય યાદ આવી ગયો અને આ શબ્દો મારા હોઠ પર રમવા લાગ્યા જે આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું જે નીચે મુજબ છે.)


"ના જાણે કેવું જીવન હતું મારું, 

પપ્પા બોલતા ને દફતર (બેગ) ખોલતો હું મારું અને 

મારી મમ્મીના હાથે ખાતો ખાવાનું, 

ભણતો હતો સાથે સાથે રમતો પણ રમતો,

નિશાળમાં (સ્કૂલ) મારા બધા શિક્ષકોને ગમતો,


નિશાળના કાળા પાટિયા (બ્લેક બોર્ડ) પર ચિત્રો હું દોરતો,

રમત રમાડતાં મારા શિક્ષકને હું ચિડવતો/ખીજવતો

સાથે આવતા મિત્રોને પણ હું ચિડવતો,

ને કોઈવાર શિક્ષકના હાથે માર પણ ખાતો,

તો પણ ભણીને એમના દ્વારા જ આગળ હું આગળ આવતો,


અચાનક બધું બદલાઈ ગયું,

એ રમતનું મેદાન પણ ખોવાઈ ગયું,

મમ્મીના હાથનું ખાધેલું વિસરાઈ ગયું,

પપ્પા જોડે ભણવા બેસતો એ પણ બદલાઈ ગયું,


ભણવાનું શું ! પૂરું થયું!!!

કાગળના ટુકડા જેને આપણે પૈસા કહીયે, 

પૈસા કમાવા દોડવું પડયું!!!

કાગળ કમાવાની લાહ્યમાં બધુંય મારે ભૂલવું પડ્યું...


થાય છે હવે આ કમાવાનું મૂકી બધું,

પાછો હું નાનો થઈ જાઉં,

તો પણ હાલની જીંદગી જીવવા,

કેવી રીતે એ બધું હું ભુલાવુ ...."


Rate this content
Log in