Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nilesh Patel

Others

3  

Nilesh Patel

Others

ગઝલ- ખુમારીની

ગઝલ- ખુમારીની

1 min
7.1K


જેમ ફાવે એમ ક્યાં લખવાનું છે?

આપને લાંબો સમય ટકવાનું છે.

 

એક આફત આવી પણ અકળાઈ ગઈ,

હામ જોઈ સમજી ગઈ હટવાનું છે.

 

આપશે ઈશ્વર છલોછલ આપશે,

હોય એને હમણાં સાચવવાનું છે.

 

એટલું ડરપોક મન શું કામનું?

કરવું નક્કી છે તો બસ કરવાનું છે.

 

કોઈના જીવનનો છે આ નિત્યક્રમ,

થોડું હસવું સામટું રડવાનું છે.

 

એવી ટક્કર થઈ કે તણખાઓ ઉડ્યા,

બેઉનું માણસપણું બળવાનું છે. 


Rate this content
Log in