કાના કંઈક તો બોલ
કાના કંઈક તો બોલ
કંઈ જ નથી કે'વું તારે???
પણ મારે તો સાંભળવું છે...
કિનારે બેસીને પથ્થર ન માર,
મારે તો તારામાં ભળવું છે...
જાણું નદીના કિનારા વિશાળ સાગરમાં નથી ભળતા,
પણ નદીના પાણીમાં માટીની જેમ ભળી મારે સાગરમાં ભળવું છે...
રાધા છું તારી તો તારા હૈયાની વાતો આંખોમાં વાંચતી,
પણ કાના એના માટે તારું મારી સામે હોવું જરૂરી...
ચૂપ કેમ છે તું કંઈક તો બોલ વા'લા...
મને તારા મનની વાત જણાવવા તારે બોલવું જરુરી છે,
પણ તું આજે કંઈક તો બોલશે એ સાંભળવા જીવવું જરૂરી છે...
તે હવે "હું તને ચાહું છું " એમ કહીને વાત પર પૂર્ણવિરામ મૂકયું,
પછી કયાં કંઈ જાણવું જરૂરી છે.