Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
રાહ ન જો...
રાહ ન જો...
★★★★★

© Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational

1 Minutes   6.9K    2


Content Ranking

કર્મની કલમથી હસ્તરેખાઓ આરખી લે,
સિક્કો તકદીરનો ઉછળવાની રાહ ન જો.

જે ક્ષણે તું મંડી જ પડ એજ છે બ્રહ્મ મુહૂર્ત,
રોજ રોજ તું સૂરજને ઉગવાની રાહ ન જો.

હવે સ્મિત આપો એક અરીસા સામે જઈ;
જે ગયા છે એના આગમનની રાહ ન જો.

વસ્ત્રો સંસ્કારના પણ ઉતરી ગયા સહજ,
હવે આનાથી સુંદર નગ્નતાની રાહ ન જો.

કિસ્સો કણસતો બનીને ચર્ચાયો ચોરે ચૌટે;
પ્રેમમાં હવે તું નવા તમાશાની રાહ ન જો.

આ ગાલ ઉપર એક ખારો પ્રદેશ ચીતરાયો,
હવે બીજા મનનાં મરુસ્થલની રાહ ન જો.

આ નશીલી નિશા ને એનો અચાનક સામનો,
આથી વધારે મસ્ત મૈખાનાની રાહ ન જો.

દૌર હકીકતોનો સમેટાશે એક અજ્ઞાતમાં,
પછી કોઈ પણ નવા સપનાની રાહ ન જો.

"પરમ" દેવમય ઉગી નીકળી એક દિવ્યતા,
પ્રેમમાં બીજા "પાગલ"પનની રાહ ન જો.

અછાંદસ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..