Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Himal Pandya

Others

3  

Himal Pandya

Others

દૂર ક્યાંક!

દૂર ક્યાંક!

1 min
7.1K


શ્વાસો ટકાવવાના ધખારાથી દૂર ક્યાંક!
નીકળી જવું છે મારે મારાથી દૂર ક્યાંક!

કોઈનું કંઈ નથી તો હશે આપણું ય શું?
ચાલો ને જઈએ મારા-તમારાથી દૂર ક્યાંક!

ભાંગી પડાતું હોય છે એની વિદાયથી!
લઈ જા મને આ દૂર જનારાથી દૂર ક્યાંક!

લંબાવશે એ હાથ, ને મોં ફેરવી લેશે;
રહેવું સદાય એવા સહારાથી દૂર ક્યાંક!

અફળાયો ખૂબ, પણ પછી થાકીને આખરે;
દરિયો જતો રહ્યો છે કિનારાથી દૂર ક્યાંક!

મંઝિલ મજાની કોક મારી વાટમાં હશે!
પહોંચી જવાનું "પાર્થ" ઉતારાથી દૂર ક્યાંક!


Rate this content
Log in