ખુદા...મળવાનો..?
ખુદા...મળવાનો..?
1 min
6.7K
ઈન્સાનોમાં પણ જેને કદી ના મળી શક્યો તું ખુદા,
પછી પથ્થરોમાં તો તું કેવી રીતે એને મળવાનો? !!
મારી આંખોમાં આંખો પરોવીને રુદિયામાં ઊતરો,
એ તો આપણા બે ધબકાર વચ્ચે જ સળવળવાનો !!
ભાષાઓ થઈ જાય વિલીન અને ઉતરે જો મૌન,
આ જ તો અસલી છે એક કીમિયો એને કળવાનો !!
આ ભટકન સઘળી જો થઈ જાયને બંધ અચાનક,
તો પછી સ્થિરતામાં જ એ સરળતાથી મળવાનો !!
ને પથ્થર આ અહંકારનો હટી જાય જો સમજણથી,
પછી ચટ્ટાનમાંથી એ ઝરણાની જેમ ખળખળવાનો !!
બંધ આંખે સંકોચાઈ જાવ જો એક ક્ષણ પણ ભીતર,
એ તો અસીમ બનીને પછી અનંતમાં વિસ્તરવાનો !!
એક હાથની તાળીમાં તો શોરબકોર છે સન્નાટાનો,
ને આપણા મિલનમાં ખાલીપો બની ખળભળવાનો !!
મેં તો "પરમ" શાંતિના ખેતરમાં વાવ્યા ઉજાગરા,
એ હવે જાગરણ બની "પાગલ"ની જેમ ઊગવાનો !!