Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Harshida Dipak

Others

3  

Harshida Dipak

Others

ગામને પાદર મેળે....

ગામને પાદર મેળે....

1 min
7.1K


સાયબા મારા લ્હેરીયાની કોરે આજ ટાંકેલા આભલા કાંઈ ચમક - ચમક,
ચમક - ચમક થાય રે... હાલને એલા.
ગામને પાદર મેળે જઈને રાસડાની તાલે આપણ લટક - મટક, મટક - લટક ગાય રે...

પચરંગી કાગળિયે ફરકંતી ફરકડીના વાયરામાં,
વાયરામાં દલડું ઊડી… જાય… રે…

ગાડે બેસીને ઓલા ઘમઘમતાં ઘુઘરામાં હળવેથી,
હળવેથી હૈયું હરખાય રે…
તગતગતી આંખ્યુંની ફરફરતી પાંપણમાં ઝીણેરું ઝીણેરું ધબકી જવાય રે...
સાયબા મારા લ્હેરીયાની...

ફાટફાટ છાતિયુંને આંટીયાળી પાઘડીને જોબનીયે પૂર ઉભરાય રે…
સાચવતી હાલું હું ઝાંઝરનો ઝમકારો સૈયર ને કેમ સંભળાય રે…?

ઢોલ અને ત્રાંસાનાં ઢમઢમતાં ગીત મહીં દલડું કાંઇ હાલક - ડોલક,
હાલક - ડોલક થાય રે... સાયબા મારા લ્હેરીયાની...

જીવતરના આંગણિયે અરધ - પરધ પગલાં પાડી ભવભવના ભેરું થઈ હાલીએ...
સુખ - દુઃખના દિવસો સૌ જાણીને રાસડાની રંગતમાં અજવાળે મ્હાલીયે...
ધરતીમાં ધબકીને આભને જઈ અડતાં એ જીવતરનાં ચક્કર સમજાય રે…
સાયબા મારા લ્હેરીયાની...


Rate this content
Log in