Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational Tragedy

2.5  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational Tragedy

જિંદગીની રઝળપાટ

જિંદગીની રઝળપાટ

1 min
13.4K


જિંદગીની આ રઝળપાટ પણ જાણે હવે થાકી છે,

અરીસાએ પણ કહી જ દીધું કે ઉમર હવે પાકી છે.


હવે આનાથી શું વધારે થવાની છે તબાહી મારી,

ગમનાં સમંદર પીધાં પછીયે પ્યાસ હજી બાકી છે.


દિલના ઉપચારમાં જ બીમારી એવી તો ફાવી ગઈ,

કે હવે હકીમની પણ મુજ દર્દીને બીક બહુ લાગી છે.


વૃક્ષારોપણ કરીને હજી તો બેઠોતો છાયાની આશમાં,

એક માળીએ જ કઠિયારો બનીને એ જ શાખ કાપી છે.


"પરમ" કહાની હોય શકે છે અહી જિંદગી હર કોઈની,

મારી હકીકતની "પાગલ" રજૂઆત તો હજુ બાકી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational