Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
ગુલાલ આપો.
ગુલાલ આપો.
★★★★★

© Dilip Ghasvala

Others

1 Minutes   13.5K    3


Content Ranking

એક ખોબો બસ અબીલ ગુલાલ આપો,
 રંગવાને  માટે  કોરો  ગાલ  આપો;

માવઠા ની બીક  રાખી પ્રેમ થાશે?
 વાદળાઓ થી છલોછલ વહાલ આપો;

ધૂળ  જામી છે  ભિતર ના આયના માં;
ભૂલ-કણોને   લુંછવા  રૂમાલ  આપો;

જંગ માંડ્યો, મોત સામે જિંદગી એ;
 જીતવા ને કોઈ સારી ચાલ આપો;

સર્વ  શ્રદ્ધાઓ  ફળો  સાથે  સબુરી,
 ઉમદા બસ એક એવો ખ્યાલ આપો;

દિપ, સુમન,ધ્યાન,આસ્થા,ધૂપ ,ધૂણી,
સાંઈ  ની દૂકાનનો આ માલ આપો.

આસ્થા ધ્યાન દીપ સબુરી સાઈ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..