Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
ઘરવાળી છે
ઘરવાળી છે
★★★★★

© Valibhai Musa

Romance

1 Minutes   20.3K    7


Content Ranking

વાતેવાતે કરે કલહ ઘરવાળી છે

સુખદુ:ખમાં જે ખડી રહે ઘરવાળી છે.

મોહક દીસે ભલે અધિક એ પરનારી

સીધીસાદી સમી ભલે ઘરવાળી છે

ટાઢુંઊનું જમાડતી ઘરવાળી છે   

રીઝેરીસે છતાંય એ ઘરવાળી છે

મન વાણી શીલ નિત નવા સુથરાં રાખો

તારે મનખો અને તરે ઘરવાળી છે.

દુનિયાદારી મધુર છતાં પેચીદી છે

ટેકો આપે વિપદ પડે ઘરવાળી છે

ધીરા ચાલો કદમ કદમ પર જોખમ છે

ખંધો મજબૂત જે ધરે ઘરવાળી છે

તપભંગને કાજ મેનકાઓ આતુર છે

પુરુષનું ઢાંકણ વ મિત ખરે ઘરવાળી છે 

અન્યોને શીખ દે ‘વલી’ પણ સમજી લે

ઘરની શોભા જ વાસ્તવે ઘરવાળી છે  

dampatya કવિતા ગઝલ ઘર

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..